કાંકરિયા કાર્નિવલ દરમિયાન એકત્રિત કરાયેલી 1500 કિલો પ્લાસ્ટિકની બોટલોમાંથી વિવિધ રંગબેરંગી કોટીઓ અને બેગ બનાવવામાં આવી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકના ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલોને રીસાયકલ કરી તેમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન એકત્રિત કરાયેલી પ્લાસ્ટિકની બોટલોમાંથી સામાજિક પ્રસંગોએ પહેરવા માટેની રંગબેરંગી કોટી બનાવવા, થેલી, રાઈટિંગ પેડ, વગેરે ચીજવસ્તુઓ બનાવવામાં આવી છે. લગભગ 1500 કિલોગ્રામ પ્લાસ્ટિક સહિત મટીરીયલ્સ એકત્રિત કરાયું હતું અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ચીજો બનાવવામાં આવી છે.

વેસ્ટમાંથી બેસ્ટ ચીજો બનાવવાના પ્રયોગ : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે કાંકરિયા કાર્નિવલ દરમિયાન ક્રશર મશીન મૂકી એકત્રિત કરાયેલી પ્લાસ્ટિકની બોટલોમાંથી વિવિધ કોટીઓ, બેગ અને રમકડાના સાધનો બનાવવામાં આવ્યા છે. શહેરમાં આવેલા AMCના કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટમાં યોજાતા સામાજિક પ્રસંગોએ પ્લાસ્ટીકની બોટલો એકત્રિત કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમજ ખાનગી પાર્ટી પ્લોટોમાં આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા આગ્રહ કરવામાં આવશે.

17 જેટલી કોટીઓ, 1000 બેગ બનાવ્યા : તાજેતરમાં યોજાઈ રહેલા ફ્લાવર શો તેમજ GMDCમાં યોજાનારા પુસ્તક મેળામાં પણ આ પ્રકારે પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરવા ક્રશર મશીન મૂકવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવતા મશીનો મૂકવામાં આવશે. વિવિધ પ્રકારની 17 જેટલી કોટીઓ, 1000 બેગ અને રમકડાના સાધનો બનાવવામાં આવ્યા છે. પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવવામાં આવેલી આ એક કોટી મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી હોવાનું દેવાંગ દાણીએ જણાવ્યું હતું.

20 બોટલમાંથી એક કોટી તૈયાર : ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાનું ઈનોવેશન કરનારે જણાવ્યું હતું કે, 20 બોટલમાંથી એક કોટી તૈયાર કરવામાં આવે છે. આ કોટી પ્લાસ્ટિક મટીરીયલ્સ અને પોલીયેસ્ટર મટીરીલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. 1500 કિલોમાંથી આ કોટી અને બેગ બનાવવામાં આવી છે. તાજેતરમાં જ પ્લાસ્ટિક ના ઉપયોગ થી વિવિધ બાંકડા અને સફાઈ કામદારો માટે જેકેટ બનાવવામાં આવ્યા હતા આમ હવે જે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક કે રેગ્યુલર પ્લાસ્ટિક મળી આવે છે તેનો વેસ્ટ માંથી બેસ્ટ તરીકે ઉપયોગ કરી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.