વાપી નગરપાલિકાનો રાજ્યમાં 7માં ક્રમાંકે રહી : 341 સફાઈકર્મીઓની મહેનત રંગ લાવી

ગુજરાત
ગુજરાત

દેશભરની નગર પાલિકાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023 હાથ ધરવામાં આવ્યું હતું. દેશ ભરની નગર પાલિકાઓમાંથી વાપી નગર પાલિકાની 102 નંબર, ગુજરાત રાજ્યમાંનીવાપી નગર પાલિકાનો 7મો ક્રમાંક અને નગર પાલિકાઓમાંથી વાપી નગર પાલિકાની પ્રથમ ક્રમાંક મળ્યો છે. વલસાડ જિલ્લાના વાપી નગર પાલિકાની ટીમ દ્વારા સફાઈમાં ખૂબજ ભાર મૂકવામાં આવે છે. વાપીમાં 341 સફાઈ કામદારો ની મહેનત ને લઈને વાપી નગર પાલિકા પ્રથમ ક્રમ મેળવવામાં સફળ બની છે. વાપી નગરમાં કેટલાક વિસ્તારોમાં વધુ કચરો આવતો હોય તેવા વિસ્તારોમાં રાત્રે આને દિવસે 2 વખત સફાઈ કરવામાં આવે છે. જેને લઈને વર્ષ 2023માં વાપી નગર પાલિકાની રાજ્યની પ્રથમ સ્વચ્છ નગર પાલિકામાં સ્થાન મળ્યું છે. સફાઈની કામગીરી માટે વાપી નગર પાલિકા દ્વારા દર વર્ષે સફાઈના કોન્ટ્રાક્ટરની 60 લાખ ચૂકવે છે.

દેશમાં સફાઈ અભિયાનને વધુ વેગ મળે તે માટે સ્વચ્છતા સર્વેક્ષણ દર વર્ષે કરવામાં આવે છે. દેશ ભરમાં સફાઈ સર્વેક્ષણની ટીમ દ્વારા સફાઈની ચેકીંગ કરવામાં આવે છે. જેમાં અલગ અલગ રેન્ક્રીનગ આપવામાં આવે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશની તમામ નગર પાલિકાઓનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશની તમામ નગર પાલિકાની ટીમોએ ભાગ લીધો હતો. સ્વચ્છતા સર્વેક્ષણમાં વલસાડ જિલ્લાની વાપી નગર પાલિકાની ટીમને દેશમાંથી 102 ક્રમ અને ગુજરાત રાજ્યમાંથી 7મો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે રાજ્યની 6 નગર પાલિકાઓની બાકાત કરીએ તો રાજ્યની નગર પાલિકાઓમાં વાપી નગર પાલિકા સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. વાપી શહેરમાં 341 સફાઈ કામદારો, અને નગર પાલિકાના કર્મચારીઓ તેમજ વાપીની NGO અને નગર જનોના સહિયોગથી રાજ્યમાં 7મો ક્રમ અને નગર પાલિકાઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હોવાનું નગર પાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહે જણાવ્યું હતું. સાથે વાપી GIDCને લઈને કચરો વધારે આવતો હોય તેવા વિસ્તારોમાં નગર પાલિકા દ્વારા દિવસ અને રાત્રી દરમ્યાન પણ સફાઈ કામગીરી હાથ ધરીને વાપી શહેરને સ્વચ્છ શહેર બનાવવામાં સફળતા મળી છે.વાપી નગર પાલિકા દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટરને 60 લાખ રૂપિયા ચુકવવામાં આવે છે. પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વાપી શહેરમાં સફાઈ બાબતે સતત ચેકીંગ કરવા આવતે છે. નાગરિકોને સ્વચ્છત્તા અંગે જાગૃત કરવા નુકકડ નાટક પણ ભજવીને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવે છે તેમ નગર પાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.