વડોદરા પોલીસને સ્થળ પરથી અંદાજીત રૂ. 200 કિલોનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી

ગુજરાત
ગુજરાત

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. વડોદરા એસઓજી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં નેક્ટર કેમ નામની કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં નેક્ટક કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સ લેબોરેટરી ધમધમતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી અંદાજીત 200 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યાનું કહેવાઇ રહ્યું છે. જોકે, આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ તપાસ બાદ જ જાણ થશે કે, ડ્રગ્સનો કાચો માલ છે કે નહીં? કુલ કેટલા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે.

મળતી માહિતી પ્રમાણે, પોલીસને સ્થળ પરથી અંદાજીત રૂ. 200 કિલોનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની અંદાજિત બજાર કિંમત આશરે એક હજાર કરોડ હોય શકે છે. આ અંગે હજી ગુજરાત એ.ટી.એસ દ્વારા કાર્યવાહી અને તપાસ ચાલી રહી હોવાની પણ વિગતો સાંપડી રહી છે.

પોલીસ દ્વારા આ મામલામાં તપાસ ચાલી રહી છે કે, આ રેકેટમાં કોઇ મોટા માથા સંડોવાયેલા છે કે નહીં? ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી આવતો હતો તેને બનાવીને ક્યાં મોકલવામાં આવતો હતો. આ સહિતના મુદ્દે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે ગુજરાત એટીએસ તપાસ કરીને પ્રેસકોન્ફરન્સ દ્વારા અધિકૃત  માહિતી આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.