વડોદરામાં વધુ બેના મોતથી મૃત્યુઆંક ૪૪ થયો, પોઝિટિવ કેસનો આંક ૧૦૨૩ ઉપર પહોંચ્યો
વડોદરા. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૦૨૩ પર પહોંચી ગયો છે. દરમિયાન વધુ બેના મોત થતા મૃત્યુઆંક ૪૪ થયો છે. જ્યારે શનિવારે બીજા ૧૩ દર્દીઓને રજા અપવામાં આવી છે. જેથી સાજા થયેલા દર્દીઓનો આંક ૫૯૧ પર પહોંચ્યો હતો. અગાઉ આ સમાચારના નોટિફિકેશનમાં ભૂલથી વડોદરાનો મૃત્યુઆંક ૪૪૩૩ દર્શાવી દેવાયો હતો જે બદલ વાચકો દરગુજર કરશો.
વધુ બેના મોત
વિભાબેન ભોલે ૬૫ રહે. વાડી ભાટવાડા..ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશનમા હતા
અલ્તાફહુસેન શેખ ૫૯ રહે. વાડી મોગલવાડા. વાઘોડિયા રોડ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં હતા
M.S. યુનિવર્સિટીના ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
M.S. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એકેડેમિક સેક્શનમાં ફરજ બજાવતા ક્લાર્કને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એકેડેમિક સેક્શન તથા એકઝામ સેકસન ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ વિભાગમાં કામ કરતા ૧૫ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને ત્રણ દિવસ માટે હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઆરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. વાલિયા રૂપનગર જીઇઁ કેમ્પના બે જવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત ફરતા સેમ્પલ લેવાયા હતા. બંન્નેને સારવાર અર્થે સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ કરાઇ છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૦ પર પહોંચી છે. હવે જિલ્લામાં કુલ ૩ એક્ટિવ કેસ છે.