વડોદરા : કોરોના વાઈરસના આજે વધુ ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા ૩૫૦ ઉપર પહોંચી
રખેવાળ, વડોદરા
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૫૦ ઉપર પહોંચી ગઇ છે. આ પહેલા આજે સવારે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓમાં વડોદરા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં આરોગ્ય વિભાગે એક પણ સેમ્પલ લીધુ નથી, અને એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમ જણાવ્યું હતું.
વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના ૩૫૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાઈરસથી ૨૪ લોકોના મોત થયા છે. રોજેરોજ કોરોના વાઈરસના કેસોમાં વધારો થયો છે અને છેલ્લા ૧૦ દિવસથી તો રોજેરોજ કોરોના વાઈરસથી મોત થઇ રહ્યા છે, ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા કોરોના વાઈરસના બુલેટીનમાં કોરોનાનો એક પણ ટેસ્ટ કર્યાં વિના જ કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા ૦ બતાવી હતી. જોકે બપોરે બાદ અચાનક જ આરોગ્ય વિભાગે ૨૧૫ સેમ્પલ પૈકી ૨૬ પોઝિટિવ કેસ જાહેર કર્યાં છે.
વડોદરા શહેરના વાડી અને વારસિયા સહિતના પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આ ઉપરાંત પોલીસ શાકભાજી અને ફ્રૂટની લારીઓ વાળાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવી રહ્યું છે.