વડોદરા: હોસ્ટેલમાં આફ્રિકન- ગુજરાતી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ગુજરાત
ગુજરાત

વડોદરાની પારુલ યુનિવર્સિટી કેમ્પસ હોસ્ટેલમાં આફ્રિકા અને ગુજરાતી વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓ એકબીજાને ખરાબ રીતે માર મારી રહ્યા છે. વિવાદનું કારણ જાતિવાદી ટિપ્પણીઓ હોવાનું જણાય છે. યુનિ.ના અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારના ઝઘડા થઈ ગયા છે.

વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સીટીમાં સમગ્ર ભારત તેમજ વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. જો કે, અહી મંગળવારે પારુલ યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ભારતીય અને સાઉથ આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ મારા મારી થતા મામલો ગરમાયો હતો આ ઘટનાને લઇ અન્ય વિદ્યાર્થીઓના પણ ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા જ્યારે સમગ્ર ઘટનાને લઇ એક અન્ય વિદ્યાર્થીએ આ મારામારી નો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.