પંચમહાલમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો , ભરશિયાળે ચોમાસાં જેવો માહોલ
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પરેશાની અનુભવી રહ્યા છે. ત્યાં હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજયનાં વિવિધ શહેરોમાં માવઠું પડી રહ્યું છે.
ગત મોડી રાત્રે પંચમહાલ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડુતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા હજું બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
પંચમહાલમાં ગત મોડી રાત્રે 12 વાગ્યાં પછી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે લગ્ન જેવાં શુભ પ્રસંગોમાં વિઘ્ન આવે છે. કમોસમી વરસાદ શરૂ રહેતા શુભ મુહૂર્તમાં થનારાકાર્યક્રમો લેટ થાય છે તેમજ બંધ રાખવાની જરૂર પડે છે. તેમજ અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં માલપુર, બાયડ, મેઘરજ, મોડાસામાં માવઠું પડ્યું છે.