ગુજરાતનાં અનેક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોનાં રવિ પાકને નુકસાન
હવામાન વિભાગની આગાહીનાં પગલે ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. છોટા ઉદેપુર, વડોદરાના ડભોઈ, શિનોર, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
વહેલી સવારથી દાહોદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. દાહોદના ગલાલીયાવાડ, રામપુરા, રળીયાતી, રાબડાલ, જાલત, છાપરી વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
છોટા ઉદેપુરમાં પણ માવઠું પડયું છે. તેજગઢ, દેવહાંટ, ઝોઝ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠું પડવાથી કપાસ, મકાઈ, તુવેર, દિવેલા સહિત પાકને નુકસાન થવાની ભીતી છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.