ગીર સોમનાથમાં કમોસમી વરસાદે કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં પહોંચાડ્યું નુકસાન
ગીર સોમનાથમાં કમોસમી વરસાદે વિનાશ સર્જયો છે. કાર્તિકી પૂર્ણિમા મેળો 2023 સોમનાથ ગીતામંદિર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. ત્યારે મેળાનાં અંતિમ દિવસે ભારે વરસાદ અને પવનનાં કારણે મેળામાં રહેલી 160 થી વધુ સ્ટોલ જમીનદોસ્ત થઈ છે.
સોમનાથ મેળામાં કરોડોનું નુકસાન થયું છે. ભારે વરસાદ અને પવનનાં કારણે સ્ટોલ પડી જતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ મેળા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહી કામગીરી કરી રહ્યા છે.
વેપારીઓ અને મેળામાં આવનાર લોકોની સલામતીને ધ્યાનમાં લઈને આજે કાર્તિકી પૂર્ણિમાએ 26 નવેમ્બરના રવિવારના રોજ કાર્તિકી પૂર્ણિમાનો પાંચમા દિવસનો મેળો મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે રાત્રે મહાઆરતી માટે સોમનાથ મંદિર નિયત કાર્યક્રમ અનુસાર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.