રાજ્યમાં ભર શિયાળમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ
ગુજરાતમાં ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આવામાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જે પ્રમાણે હજુ આગામી બે દિવસ માવઠાનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરતાં અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચાલો, જાણીએ આજે અને કાલે રાજ્યના કયા-કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં અરવલ્લી અને મહીસાગરમાં હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે દક્ષિણ અમદાવાદ ડિસ્ટ્રીકમાં હળવો વરસાદ થઇ શકે છે. અમદાવાદ શહેરમાં વરસાદ થવાની સંભાવના નથી. સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક હળવો વરસાદ થઇ શકે છે. અમરેલી અને જૂનાગઢમાં હળવો વરસાદ થઇ શકે છે.