અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથી અબ્દુલ મજીદની ગુજરાત ATSએ ધરપકડ કરી

ગુજરાત
ગુજરાત

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન એજન્સીના ઈશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા અને 24 વર્ષથી વોન્ટેડ આંતકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત ATSની ટીમે ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરી છે. ડિસેમ્બર 1996 ક્યારે ત્રણ આરોપીઓ આ વિસ્ફોટક સાથે મહેસાણાથી પકડાયા ત્યારે બેંગકોક ત્યાંથી પટનાથી ખોટા પાસપોર્ટ પર મલેશિયા ગયો હતો અને ત્યાંથી વર્ષ 2019માં જમશેદપુર આવી ખોટા નામે રહેતો હતો.

ગુજરાત ATSના DYSP કે.કે પટેલે જણાવ્યું હતું કે, ATSની ટીમને બાતમી મળી હતી કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન એજન્સીના ઈશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા અબ્દુલ મજીદ મહંમદ અહમદ કુટ્ટી હાલમાં ઝારખંડ ખાતે આવેલા જમશેદપુરમાં રહે છે જેના આધારે ટીમે તેના ઘરની બહારથી જ ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતે આ કેસમાં સંડોવાયેલો છે અને છોટા રાજન, અબુ સાલેમ, છોટા શકીલ સહિત અનેક ગેંગસ્ટરો સાથે કામ કરતો હતો. વર્ષ 1996 અબુ સાલેમ સાથે દુબઇ હતો ત્યારે આ વિસ્ફોટક પદાર્થ અને હથિયાર ઘુસાડ્યા હતા.

ગુજરાતમાં મહેસાણામાં કેસમાં પકડાયેલા મોહમદ ફઝલ, કુરેશી શકીલ નામના આરોપી ધરપકડ કર્યા બાદ અંડરવલ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ભારત છોડી બેગકોક જતો રહ્યો હતો. 1999 સુધી ત્યાં રહી કામ કરતો હતો. પોરબંદરના મમુમિયા સાથે ઓળખાણ થઈ હતી બાદમાં સ્મગલિંગનો ધંધો શરૂ કર્યો હતો. જમશેદપુરના રહેવાસી મહંમદ ઇનામઅલી સાથે ઓળખ થઈ હતી. જેને પટનાથી મહંમદ કમાલ નામે અબ્દુલ મજીદ કુટ્ટીનો ખોટો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યાંથી દુબઈથી મલેશિયા જઇ કાપડનો વેપાર કરતો હતો. વર્ષ 2019માં મે મહિનામાં ભારત આવી જમશેદપુરમાં નામ બદલી રહેતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.