સામાજિક ભાગીદારી હેઠળ ગુજરાતમાં ૧૦ નિવાસી સૈનિક સ્કૂલ બનશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં સામાજિક ભાગીદારી હેઠળ ૧૦ નિવાસી સૈનિક સ્કૂલો બનાવાશે. આ માટે આજે શિક્ષણવિભાગ દ્વારા વિધિવત ઠરાવ જાહેર કરવામા આવ્યો છે.જે અંતર્ગત ધો.૬થી૧૨ના પાંચ હજાર વિદ્યાર્થીઓને પરીક્ષાના આધારે આ સ્કૂલોમાં પ્રવેશ અપાશે. આ સ્કૂલો માટે બજેટમાં થયેલી દરખાસ્ત મુજબ રૃપિયા પ.૨૫ કરોડની વહિવટી મંજૂરી આપાવામા આવી છે.કેન્દ્ર સરકારના મીનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત ધી સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક સ્કૂલોના આધાર પર રાજ્ય સરકાર દ્વારા નિવાસી સૈનિક શાળાઓ સ્થાપવા બાબતે વિચારણા હતી અને જે અંતર્ગત આ વર્ષના બજેટમાં રૃપિયા પાંચચો પચ્ચીસ લાખની જોગવાઈ કરવામા આવી હતી. રાજ્યમાં ૧૦ નિવાસી સૈનિક સ્કૂલો સ્થપાશે અને આ સ્કૂલોને રક્ષા શક્તિ સ્કૂલ્સ નામ અપાયુ છે. આ સ્કૂલો સામાજિક ભાગીદારી હેઠળ બનશે.જેમાં રસ ધરાવતી નોંધણી થયેલ સરકારી કે બિન સરકારી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ કે સહકારી મંડળીઓ કે સંઘો રક્ષાશક્તિ સ્કૂલ્સ માટે અરજી કરી શકે છે.સ્કૂલોનું મકાન અને રહેઠાણની સુવિધા તેમજ અન્ય જરૃરી તમામ વ્યવસ્થા-સુવિધા પ્રોજેક્ટ પાર્ટનરે કરવાનું રહેશે. માલિકીની કે ભાડે લીધેલી જમીન પર સ્કૂલ બિલ્ડીંગ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાશે.રાજ્યમાં બનનારી દસ સૈનિક સ્કૂલોમાં બે સ્કૂલ વિદ્યાર્થિનીઓ માટે રહેશે.આ સ્કૂલોમાં ધો.૬થી૧૨ના પાંચ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે અને જે માટે શિક્ષણ વિભાગ દ્વારા એક પરીક્ષા લેવાશે. આ સ્કૂલોમાંથી ભણીને વિદ્યાર્થિીઓ સશસ્ત્ર દળોમાં કારકીર્દિ બનાવી શકશે. ઠરાવની જોગવાઈઓ મુજબ ધો.૧થી૫ સુધીની સરકારી-ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ ધો.પાંચના અભ્યાસ બાદ અરજી કરી શકશે. મેડિકલ ફિટનેસ ટેસ્ટ અને જરૃર પ્રમાણે ઈન્ટરવ્યુ પણ થશે.૭૫ ટકા જગ્યાઓ સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ માટે અને ૨૫ ટકા જગ્યા ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રહેશે. સરકારની અન્ય જોગવાઈઓ મુજબ સ્કૂલોના સંચાલન માટે શિક્ષણ સચિવના અધ્યક્ષ સ્થાને ગવર્નિંગ કાઉન્સિલ બનશે અને જેમાં કુલ ૧૨ સભ્યો હશે.આ ઉપરાંત પ્રોજેક્ટ પાર્ટનર્સ પસંદગી સમિતિ બનશે.જેમાં અધ્યક્ષ કમિશન ઓફ સ્કૂલ્સ હશે. આ સૈનિક સ્કૂલોમાં વિદ્યાર્થી દીઠ વાર્ષિક ૭૫ હજાર રૃપિયાનો ખર્ચ કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.