આણંદમાં ટ્રાફિકથી ધમધમતા ભાલેજ ઓવરબ્રિજ પર કાર-બાઈક સામસામે ટકરાતા બે યુવકો ઘાયલ

ગુજરાત
ગુજરાત

આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રિજ ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બે યુવકોને ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.આણંદ શહેરના ઈસ્માઈલ નગર વિસ્તારમાંથી પસાર થતા રેલવેટ્રેક ઉપર ઓવરબ્રિજ આવેલો છે. ભાલેજ ઓવરબ્રિજના નામે ઓળખાતો આ બ્રિજ સતત વાહનોથી ધમધમતો હોય છે. આજરોજ સવારના સમયે પણ આ બ્રિજ પર મોટી સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યાં હતાં. દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતી કાર નંબર GJ 23 CB 8520 અને બાઈક નંબર GJ 23 DE 1876 સામસામે અથડાયાં હતાં. આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવકોને ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.


આ સાંકડા ભાલેજ ઓવર બ્રિજ ઉપર છાસવારે નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા આ ઓવરબ્રિજ ઉપર અકસ્માત ન સર્જાય તે માટેના યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.