અમદાવાદનાં કોલ સેન્ટર ચલાવતા બે લોકોને .૩૧.૫૦ લાખ સાથે ધરપકડ કરવામાં આવી

ગુજરાત
ગુજરાત

કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેની ખોજા સોસાયટીમાં કરોડોના વૈભવી બંગલામાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરને પોલીસે ઝડપી પાડયું હતું. જેમાં અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડની લાલચ આપીને રૃપિયા પડાવતા હતા. ઝોન-૬ એલસીબી સ્કવોડે દરોડા પાડીને કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાસ કર્યો  છે, મુંબઈથી ઓપરેટ થતા કોલ સેન્ટરના રીસીવર અને હવાલા મારફતે રૃપિયા મુંબઇ મોકલતા બે આરોપીની ધરપકડ કરીને રોકડા રૃ. ૩૧.૫૦ લાખ રોકડ, લેપટોપ સહિત કુલ રૃ. ૩૨.૪૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી મુંબઇના મુખ્ય આરોપીને પકડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી છે. અમેરિકાના નાગરિકોને લોભામણી લાલચ આપીને તેમની પાસેથી રૃપિયા પડાવતા હોવાની માહિતી આધારે મણિનગરમાં પોલીસે દરોડા પાડીને જીવાણી હાઉસ નામના વૈભવી બંગલામાં ચાલતાને કોલસેન્ટર ઝોન-૬ એલસીબી સ્કવોડે ઝડપી પાડયું હતું અને પોલીસે સલમાન અને સિધ્ધાર્થની ધરપકડ કરી છે.

પોલીસે દરોડો પાડતા સલામન પાસેથી રોકડ રૃા. ૩૧.૫૦ લાખ રોકડા મળી આવ્યા હતા. ઉપરાંત લેપટોપ, મોબાઈલ ફોન અને હાર્ડડિસ્ક સહિતનો રૃા.૩૨.૪૯ લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપી સલમાન મુંબઈથી કોલ સેન્ટર ચલાવતા શખ્સ પાસેથી લીડ મેળવીને અમેરિકન નાગરિકો પાસેથી ડોલરમાં રૃપિયા પડાવતો હતો. જ્યારે સિધ્ધાર્થ રૃપિયાનું કલેક્શન કરીને હવાલા મારફતે મુંબઈમાં બેઠેલા શખ્સને મોકલી આપતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે ત્રણેય સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને બે આરોપીની ધરપકડ કરીને ફરાર મુખ્ય આરોપીને પકડવા મુંબઇ ટીમો રવાના કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.