વડોદરામાં વધુ બેના મોત, પોઝિટિવ કેસનો આંક ૧૮૨૬, અત્યાર સુધીમાં કુલ ૧૧૮૬ દર્દી રિકવર થયા.
શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૮૨૬ ઉપર પહોંચી ગઇ છે. જ્યારે આજે વધુ બે કોરોના દર્દીના મોત થયા છે. વડોદરામાં આજે વધુ ૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૧૮૬ દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ ૫૯૦ દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી ૧૦૯ દર્દી ઓક્સિજન ઉપર અને ૩૭ દર્દી વેન્ટીલેટર ઉપર છે.
વડોદરા શહેરમાં વધુ બે કોરોના દર્દીના મોત થયા છે. દશરથભાઇ રમણભાઈ શાહ (૯૦ રહે. વૃદાવન ટાઉનશિપ, વાઘોડિયા રોડ, વડોદરા)નું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે શંકરભાઇ રાઠવા (૫૭ રહે. ગોરવા)નું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. બંને મૃતદેહની ખાસવાડી સ્મશાનમાં અંતિમવિધી કરવામાં આવી હતી.
ભરૂચમાં વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તા. ૧૫ જૂને ભોલાવ ખાતે પોઝિટિવ આવેલ મનોજ મહેતાના પત્ની ૫૨ વર્ષીય દક્ષાબહેન મહેતા અને ૨ દીકરીઓ તથા ભોલાવ નર્મદા નગર ટાઉનશીપ નજીક રહેતા ૫૪ વર્ષિય સંજયસિંહ પરમારનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.