આગામી સપ્તાહમાં બે દિવસ હળવા વરસાદની આગાહી

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર
ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાંથી આ સિઝનના વરસાદે વિદાય લીધી છે ત્યારે વધુ એક લો પ્રેશર બન્યું છે. જેના કારણે ગુજરાતમાં ૧૩ અને ૧૪ તારીખે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. વરસાદની વિદાય અને શિયાળાના આરંભમાં વાવાઝોડુ ઘણી વખત આવે છે. ત્યારે વેલમાર્ક્‌ડ લો પ્રેસર ડીપ્રેસન બનીને કેટલું જોર લગાવે છે તે મૂજબ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, લો પ્રેસરના પગલે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હાલ બંગાળની ખાડીમાં હવામાં લો પ્રેશર સર્જાયુ છે જેથી કાલ સુધીમાં હવામાન વિભાગનાં મતે સિસ્ટમ ડીપ્રેસનમાં ફેરવાય તેવી સંભાવના છે. જેથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે.

રાજસ્થાનથી ચોમાસુ પાછુ ખેંચાવાની શરુઆત થઈ હતી અને તારીખ ૬ ઓક્ટોબરના કચ્છ તથા રાજકોટ,પોરબંદર સુધીનો ભાગ અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સહિત વલ્લભ વિદ્યાનગર સુધીના વિસ્તારમાં ચોમાસુ પાછુ ખેંચાયું હતું. આ બાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમના પગલે સુરત, વેરાવળ સહિતના વિસ્તારોમાં હજુ ચોમાસુ સક્રિય રહે તેવી શક્યતા છે. હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં હવામાન પલટાતું જોવા મળશે. કારણે બંગાળના ઉપસાગરમાં વારંવાર હવાનું હળવું દબાણ સર્જાશે અને વાવાઝોડા પણ સક્રિય થશે. ૯ ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબરમાં એક લો પ્રેશર બનશે. ૯થી ૧૨ ઓક્ટોબર દરમિયાન વરસાદની શકયતા રહશે. ૧૭ -૧૮ ઓક્ટોબરના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. ૨૧થી ૨૫ ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થશે. જેની અસર જોવા મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કોઈ ભાગમાં વરસાદ થશે. ૨૧ ઓક્ટોબર પછીના વાવાઝોડા વધુ મજબૂત હશે અને દક્ષિણ પૂર્વી તટ પર ભારે પવન ફૂંકાશે.અને રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.