આજથી બે દિવસ વડાપ્રધાન ગુજરાત પ્રવાસે,બીજા તબક્કા માટે પ્રચાર કરશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨ ચરણોમાં થવાની છે જેના ફેઝ ૧નું મતદાન આજે એટલે કે ૧ ડિસેમ્બરનાં રોજ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે. તો મતદાનની વચ્ચે PM મોદી ફરી ગુજરાત પ્રવાસે હશે. પીએમ નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શોમાં બપોરે ૩ વાગ્યે જોડાશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે.

૧ અને ૨ ડિસેમ્બર PM મોદી ગુજરાતનાં પ્રવાસે પધારવાનાં છે. અમદાવાદમાં બીજા તબક્કા માટે કરશે ચૂંટણીનાં પ્રચાર માટે ભવ્ય રોડ શો કરશે. બપોરે ૩ વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે.

અમદાવાદમાં રોડ શો સિવાય ૧ ડિસેમ્બરનાં રોજ કાલોલમાPM મોદી સભા કરશે. આ ઉપરાંત હિંમતનગરમાં અને છોટાઉદેપુરમાં ચૂંટણી પ્રચાર કરશે તો PM મોદી ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે. બપોરે ૩ વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે.

નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર -BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ – આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચારરસ્તા ચાંદખેડા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.