ગોધરા નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરોના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો

ગુજરાત
ગુજરાત

ગોધરા નગરપાલિકા દ્વારા અગાઉ નગરપાલિકાના શોપિંગ સેન્ટરોના વેપારીઓને ભાડાની દુકાનોમાં ભાડા વધારાના વધારી નવા ભાડા ભરપાઈ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં પણ વેપારીઓ દ્વારા ભાડા ભરપાઈ કરવામાં ન આવતા આજરોજ ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત તમામ વહીવટી તંત્ર સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ગોધરા નગરપાલિકામાં સમાવેશ થતી 700 જેટલા શોપિંગ સેન્ટર વેપારીઓ દ્વારા સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. ભાડા વધારાની બાબતને લઈને ગોધરા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને મળવા ગયા હતા.


ગોધરા નગરપાલિકા સંચાલિત 700 જેટલા શોપિંગ સેન્ટરોના વેપારીઓ પોતાની દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવી અને નગરપાલિકા ચીફ ઓફિસરને મળવા માટે ગયા હતા. આજરોજ નગરપાલિકા દ્વારા જે શોપિંગ સેન્ટરમાં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવાની છે અને નવા ભાડા વધારામાં કોઈ નિર્ણય લેવામાં આવે તે માટે ચીફ ઓફિસરને વેપારીઓ મળવા ગયા હતા. ભાડા વધારાની બાબતને લઈને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માટે રજૂઆત કરી હતી, પરંતુ ચીફ ઓફિસર જણાવ્યું હતું કે, જે વેપારીઓને મહિના પહેલા નોટિસ આપી છે. તે છતાં પણ વેપારીઓ દ્વારા ભાડા ભરપાઈ ના કરવામાં આવતા આજરોજ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.