અચાનકની ઠંડીમાં પર્યટકો સપડાયા, શૂન્ય ડિગ્રી ઠંડીથી માઉન્ટ આબુ બરફની ચાદરમાં ફેરવાયું
ગુજરાતને અડીને આવેલ એકમાત્ર હિલ સ્ટેશન ડીસેમ્બર માસમાં પ્રથમ વખત બરફની ચાદરમાં લપેટાયુ છે. જેથી અહિનો રહેવાસીઓ તથા પર્યટકો અચાનક આવેલ ઠંડીમાં સપડાયા છે. સામાન્ય રીતે દર વર્ષના ડીસેમ્બર – જાન્યુઆરી માસમાં અહિ દેશભરના પર્યટકો ઠંડીમાં બરફની ચાદર જાેવા તથા અતિ ઠંડીના અહેસાસ માટે મા આબુ આવતા હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી મા.આબુમાં ઠંડીનો પારો આજે શુન્ય પોઈન્ટે પહોંચી ગયો છે. જેથી અહિ આવેલ પર્યટકો જે શનિ – રવીની રજામાં તેઓ ઠંડીનો – બરફનો નજારો નિહાળી ખુશી અનુભવ કરી રહેલ છે. તથા ઠેર ઠેર ગ્રાઉન્ડમાં જગલમાં હરીયાળીમાં બરફની ચાદર પથરાયેલ છે. જેની સાથે સેલ્ફી લઈ પર્યટકો પોતાને ખુશહાલ રાખવા પ્રાકૃતિક સૌદર્ય સાથે એકતા સાધી રહેલ છે. જાેકે આ સમયેમાં દમ – અસ્થમા ના વૃધ્ધ દર્દીઓ આબુ વાસીઓ આબુરોડ રહેવા જતા રહે છે. વાદળો અતિભેજ વચ્ચે પોતાની તંદુરસ્તી જાળવવા પર્યટકો ગરમ કપડામાં લપેટાયેલ નજરે પડેલ બ્રહ્માકુમારીઝ ના મુખ્યાલય પાડવ ભવન તથા જ્ઞાન સરોવર ખાતે આ સીઝનમાં વિદેશી લોકો અહિ અધ્યાત્મ શિબિર માટે આવતા હોય છે. પરંતુ વિમાનો બંધ હોવાથી દેશના અનેક રાજ્યોના શિબિરાર્થીઓ યોગા સાધના કરવા અહિ આવેલ છે.
તમામ હોટલોમાં એડવાન્સમાં બુકીંગ થયું
છેલ્લા બે દિવસથી માઉન્ટ આબુમાં ઠંડીનો પારો આજે શુન્ય પોઈન્ટે પહોંચી ગયો છે. હાલ પ્રવાસીઓ ઠંડીની મજા માણી રહ્યા છે. જાેકે ક્રીસમસ આવવાથી રપ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી-રર સુધીમાં આબુમાં લગભગ દેશભર થી આવતા સહેલાણીઓનું બુકીંગ મોટી સંખ્યામાં થયેલ છે. જે આબુ વેપારીઓ માટે ખુશીની વાત છે. વધુ ઠંડી પડવાની પણ હજુ શકયતા વચ્ચે સહેલાણીઓના ઘસારો ચાલુ જ છે.