નખત્રાણામાં રખડતા આંખલાઓનો ત્રાસ : સ્કૂલ નજીક જ હોવાથી બાળકો સહિત સ્થાનિકોમાં ભય ફેલાયો

ગુજરાત
ગુજરાત

પશ્વિમ કચ્છના ખેતી પ્રધાન નખત્રાણા નગરમાં રખડતા આંખલાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે. લોકો માટે ખતરારૂપ બનેલા આંખલાઓ અવારનવાર જાહેર સ્થળે યુદ્ધે ચડી ભયનો માહોલ સર્જી રહ્યા છે. આજે શુક્રવારે પણ બે આંખલાઓ જોરદાર યુદ્ધે ચડ્યા હતા, અને કેશવ સ્કૂલ નજીક ભયનો માહોલ સર્જી દીધો હતો. આખલાઓના યુદ્ધના કારણે આસપાસ રહેતા બાળકોમાં ભાગદોડ મચી હતી. સદભાગ્યે સ્થાનિક લોકોની સમયસૂચકતાથી જાનમાલની નુકસાની ટળી હતી. જોકે, વારંવાર જોખમ સર્જતાં રખડતા પશુઓને તંત્ર દ્વારા પકડી પાડીને પાંજરે પુરવામાં આવે એવી લોકમાગ ઉઠી છે.

નગરના વિવિધ વિસ્તારમાં અનેક જાહેર સમસ્યાઓ સાથે રઝળતા પશુઓનો ત્રાસ પણ લોકોને અકળાવી રહ્યાનું સ્થાનિકના લખન દેસાઈએ જણાવ્યું હતું. ગ્રામ પંચાયત બાદ પાલિકાનો દરજ્જો મળ્યાને એક વર્ષનો સમય થવા આવ્યો પરંતુ લોકોની મૂળભૂત સુવિધામાં ખાસ ફરક પડ્યો નથી. ખાસ કરીને રખડતા આંખલાઓથી રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીમાં મુકાઈ જવું પડે છે. જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે, અન્યથા ભવિષ્યમાં દુર્ઘટના ઘટી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.