દિગ્ગજ નેતાઓનો આજનો કાર્યક્રમ, આજે PM મોદી, અમિત શાહ 4-4, AAP અને કોંગ્રેસ પણ જનસભાઓ ગજવશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે અને આવતીકાલે સ્ટાર પ્રચારકો વિવિધ સ્થળોએ ચૂંટણી પ્રચાર કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 ચૂંટણી સભા, ગૃહમંત્રી અમિત શાહ પણ 4 ચૂંટણી સભા તેમજ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો ચૂંટણી સભાો ગજવવાના છે.
આજે આ દિગ્ગજ નેતાઓ ચૂંટણી સભાઓ ગજવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાલીતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં એમ 4 ચૂંટણી રેલીઓમાં સંબોધન કરશે.
ગૃહમંત્રી અમિત શાહ પણ ભાજપના ઉમેદવારો માટે ચાર સ્થળોએ ચૂંટણી પ્રચાર કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અને પુરૂષોત્તમ રૂપાલા ગુજરાતમાં જુદા જુદા સ્થળે જાહેર સભાઓ સંબોધશે તથા રોડ શો યોજશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજશે.
મલ્લીકાર્જુન ખડગે મહેસાણા અને અમદાવાદમાં આજે ચૂંટણી રેલીઓમાં સંબોધન કરશે.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે જાહેર સભાઓ યોજશે.
PM મોદીની ગઈકાલે 3 ચૂંટણી સભા યોજાઈ
PM મોદીએ ગઇકાલે નેત્રાંગ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. તેમણે ભાજપ સરકારે ગુજરાતમાં રોજગારીની તકો વધારવા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો દાવો કર્યો હતો. આપણી નવી પેઢીએ સુરત-અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ જોયા નથી. આ લોકો બટલા હાઉસના બ્લાસ્ટને આતંકવાદ નહોતા ગણતા. જેથી આ લોકોથી ચેતવાની જરૂર છે. જે લોકો આતંકવાદને સમર્થન કરે છે.
મલ્લિકાર્જુન ખડગેએ બે સ્થળોએ જનસભા સંબોધી
કોંગ્રેસ પ્રમુખ પદ પર ચૂંટાયા બાદ પ્રથમવાર ગુજરાત આવેલા મલ્લિકાર્જુન ખડગેએ ગઇકાલે નર્મદાના દેદીયાપાડા અને સુરતના ઓલપાડમાં જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, એકમાત્ર કોંગ્રેસ પક્ષ જ આદિવાસી લોકોનો સાચો હમદર્દ હોવાનું કહેતા મતદારોને પરીવર્તન માટે મતદાન કરી કોંગ્રેસને શાસન સોંપવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નહરુજીએ લોકતંત્રનો પાયો નાખ્યો છે તેમજ કોંગ્રેસના કાળમાં મજબૂતીથી કામ થયા છે કોંગ્રેસનું કામ મોરબી પૂલ જેવું નથી.
…તો અમે જૂની પેન્શન યોજના લાગુ કરી દઈશું : કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વખત જાહેર કર્યું છે કે, તેમના પક્ષની સરકાર રચશે તો સરકારી કર્મચારી માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. ગઇકાલે સુરત ખાતે પત્રકારોને સંબોધતા તેમણે આમ જણાવ્યું હતું.. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી જંગમાં AAPએ ઝુકાવતાં ભાજપ અને આપ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. કેજરીવાલે જામનગર ખાતે રોડ- શો યોજીને મતદાર સંપર્ક કર્યો હતો.
લાઠી, ધ્રાંગધ્રા, પાલિતાણામાં પણ ચૂંટણી સભા યોજાઈ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સભાનું આયોજન લાઠી અને ધ્રાંગધ્રા ખાતે થયું છે. છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલની પ્રચાર સભા પાલિતાણા ખાતે યોજાઈ હતી, જેમાં સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસમાં ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઇકાલે વડોદરા હવાઈમથકે પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ તરફી લહેર દોડી રહી હોવાનો દાવો કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.