![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/bhupe-aaa.png)
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વિવધ મુદ્દા પર થશે ચર્ચા
આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. જેમાં પાક નુકસાનથી લઈને કોરોનાં કેસમાં થતાં વધારા અંગેનાં મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 10 વાગે કેબિનેટ બેઠક યોજાશે.
આ કેબિનેટ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાતને લઈને ચર્ચા થશે. તેમજ રાજ્યમાં ફરીથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં કમોસમી વરસાદથી પાકનાં નુકસાનના સર્વે અંગેની ચર્ચા કરવામાં આવશે. તે સાથે જ બજેટ સત્રની તારીખ પણ નક્કી કરવામાં આવશે.
આ વર્ષે વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. આમ આજે કેબિનેટ બેઠકમાં આ તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.
Tags bhupendra patel india Rakhewal