અમદાવાદમાં આજે બી.જે. મેડિકલ કોલેજના એક હજાર વિદ્યાર્થીઓને કોરોનાની રસી અપાશે

ગુજરાત
ગુજરાત

અત્યાર સુધીમાં સિવિલના 3,500થી વધુ કર્મીઓએ વેક્સિન લીધી

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે. કોરોનાના કેસોમાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજયમાં વેક્સિનેશનની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લાખ 55 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદની સિવિલ મેડીસિટીમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજના 1 હજાર મેડિકલ સ્ટુડન્ટ્સને આજે વેક્સિન આપવામાં આવનાર છે. જ્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા તબીબ દંપતિએ આજે કોરોના રસીકરણ કરાવ્યુ હતું. હાલ રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.

વેક્સિનેશનના 19ના દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. અહીં આરોગ્ય વિભાગના કમિશ્નર જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે રસી મુકાવવા માટે આવેલા પોલીસ જવાનો અને હેલ્થ વર્કરો સાથે ચર્ચા વિચારણા કરીને રસીકરણ વિશે વિગતવાર સમજૂતિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે દરેક વ્યક્તિને આ રસી લેવા માટે તેમણે અપીલ કરી હતી. તે ઉપરાંત મેડિસીન વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની નિલિમા શાહે આજે વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણવ શાહ દ્વારા વેક્સિન લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

ડો.મોદીએ તમામ પોલીસકર્મીઓ અને હેલ્થ વર્કરોને રસી લેવા માટે અપીલ કરતા કહ્યુ કે, કોરોનાની રસી બાદ સામાન્ય તાવ આવવો અને માથુ દુખાવાની ફરિયાદ રહેતી હોય છે, પણ તેનો કોઈએ ડર રાખવાની જરૂર નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, અમારી સિવિલ હોસ્પિટલના 3,500થી વધુ આરોગ્યકર્મીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, પણ તેમાંથી અત્યારસુધી કોઈને પણ આડઅસર જોવા મળી નથી. તેમણે જનતાને હૈયાધારણ આપતા કહ્યું કે, વેક્સિન લીધા બાદ જો ઉપરોક્ત તકલીફ સિવાયની અન્ય કોઈ તકલીફ જણાય તો ચોક્કસ તબીબી તપાસ કરાવવી જોઈએ. પરંતુ ખોટો ભય રાખવાની જરુર નથી. કોવીશિલ્ડ વેક્સિનના અત્યંત સફળ પરિણામો જોવા મળ્યા છે અને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. તમામ ફ્રન્ટલાઈન વર્કરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ સુરક્ષિત બનવું જોઈએ.

ગત સોમવારે અમદાવાદના મ્યુનિ. કમિશનર મુકેશકુમાર, ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવી સહિતના તમામ ડેપ્યુટી કમિશનરે એસવીપીમાં કોરોનાની રસી લીધી હતી. કુલ 7,515માંથી 5071 પુરુષ અને 2444 મહિલાઓએ રસી મુકાવી હતી. અત્યાર સુધી કુલ 40 હજારથી વધુ લોકોએ રસી મૂકાવી છે. જેમને 28 દિવસ પછી બીજો ડોઝ અપાશે. બે દિવસમાં હેલ્થવર્કરોનો ટાર્ગેટ પૂરો થવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.