![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/mot-aa.png)
ઝારોલા પાસે કાર અને રેતી ભરેલો ટ્રક ધડાકાભેર અથડાતા કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત
બોરસદના ઝારોલા પાસે કાર અને રેતી ભરેલો ટ્રક ધડાકાભેર સામસામે અથડાતા કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, આખી કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી ત્રણ યુવાનોના મૃતદેહોને બહાર કઢાયા હતા. મૃતક ત્રણેય યુવાનો બોરસદના જંત્રાલના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. રેતી ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણ કલાકની જહેમત બાદ 3 મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણેવ યુવાનો બોરસદના જંત્રાલના વતની છે. ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.