સુરતની લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં સ્લેબ ધરાશાયી થતાં ત્રણ ઇજાગ્રસ્ત : એકનું મોત

ગુજરાત
ગુજરાત

સુરતના ઉધના વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થવાની એક ગંભીર ઘટના બની છે. આ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્લેબ ધરાશાયી થતાં ત્રણ મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તો એક 50 વર્ષીય મજૂર ચંદુ સમનભાઈ સેમાડાનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય બે કર્મચારીઓને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેતુસર ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ ઉધના વિસ્તારના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં આ સ્લેબ ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. જોકે, આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ બંને ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ મજૂરોમાંથી એક 50 વર્ષીય મજૂર ચંદુ સમનભાઈ સેમાડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. આ મજૂરો ઉધના ખાતે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન એકાએક ગેલેરીનો સ્લેબ ધરાશાયી થવાની સાથે બે મજૂરો નીચે પટકાયા હતા જ્યારે એક મજૂર સ્લેબમાં જ ઉપર અટકી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરીને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ નીચે પટકાયેલા ઇજાગ્રસ્ત અન્ય બે મજૂરોની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ચંદુ નામના મજૂરને સારવાર મળે તે પહેલાં જ મૃતક જાહેર કર્યો હતો જાહેર કર્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.