આ વખતે વિરમગામમાં 10 વર્ષ બાદ ભાજપને જીત મળશે: હાર્દિક પટેલનો દાવો

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તેવામાં વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવે. આ સાથે કહ્યું હતું કે, લોકશાહીના મહાપર્વને મનાવવા તમામ લોકોને અપીલ કરું છું કે મતદાન કરે. આ સાથે હાર્દિકની પત્ની કિંજલ પટેલે પણ હાર્દિકની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતશે એવો હાર્દિકનો દાવો
હાર્દિક પટેલને આજે મતદાનના દિવસે મોટું નિવેદન આપ્યું છે. હાર્દિકે જણાવ્યું હતું કે, 10 વર્ષ બાદ વિરમગામમાં ભાજપ જીતવા જઈ રહી છે. ભાજપે જે ગુજરાતની અસ્મિતા માટે કામ કર્યું છે, ત્યારે લોકો ભાજપને વોટ આપી ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવે. આ તરફ ખૂબ મોટા પ્રમાણમાં મતદાન પણ થશે તેવું ઉમેર્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના મતદાન બાદ અનેક અટકળો ચાલી રહી છે. પરંતુ મતદાન ભાજપના તરફેણમાં થયું છે. ગુજરાતમાં ભાજપના કારણે મોટા પાયે વિકાસ લક્ષી કાર્યો થયા છે.
હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે કહ્યું હવે જીત નક્કી
હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કિંજલ પટેલે જણાવ્યું હતું કે, વિરમગામમાં કોંગ્રેસના શાસનથી લોકો કંટાળ્યા છે. 8 ડિસેમ્બરે હાર્દિક પટેલની જીત નક્કી છે. તેમણે લોકશાહીના મહાપર્વને મનાવવા તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. કોંગ્રેસથી કંટાળી ગયેલા લોકો આ વખતે વિરમગામમાં પરિવર્તન લાવશે. કિંજલ પટેલે કહ્યું, વિરમગામમાં 10 વર્ષથી વિકાસના કામો ન થતા લોકો હવે કંટાળી ગયા છે. જેથી આ પરિસ્થિતિને બદલવા લોકો પરિવર્તન લાવશે. જે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામના દિવસે જોવા મળશે.
વિરમગામમાં હાર્દિક પટેલની વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા
આ તરફ મતદાનના એક દિવસ પહેલા વિરમગામમાં હાર્દિક પટેલનો મતદાનની આખરી ઘડીએ વિરોધ થયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં’, ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’ , ‘જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય’, ‘જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?’જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે. મતદાનના એક દિવસ પહેલા આવા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.