વલસાડની સરીગામ GIDCકંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી

ગુજરાત
ગુજરાત

વલસાડના ઉમરગામ તાલુકાની સરીગામ GIDCના ભીલાડ લઘુ ઉદ્યોગમાં આવેલી મનીષા પેકેજીંગમાં ભીષણ આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ કંપની સંચાલકો અને ફાયરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. ભિલાડ, સરીગામ અને વાપી ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો છે. આગ ની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર ન મળતા કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કંપનીમાં ફેબ્રીકેસન નું કામ ચાલુ હોવાથી ગોદામમાં પડેલા થર્મોકોલના વેસ્ટમાં તણખલા ઊડતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ GIDCમાં આવેલા ભીલાડ લઘુ ઉદ્યોગમાં થર્મોકોલ બનાવતી મનીષા પેકેજીંગ કંપનીમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. અચાનક આગ ભભુકી ઉઠતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. આગની ઘટનાને લઈને કંપનીના કામદારોએ આગ ઉપર પ્રાથમિક તબક્કે કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કંપનીમાં ચાલતા ફેબ્રીકેસનની કામગીરી દરમ્યાન મનીષા પેકેજીંગ કંપનીમાં પડેલા થર્મોકોલના વેસ્ટમાં તણખલા ઊડતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કંપનીના કામદારો સહિત સંચાલકોની સમય સૂચકતાના કારણે વધુ માલ સળગતા બચ્યો હતો. કંપનીના કામદારોએ બનાવની જાણ કંપની સંચાલકો અને સરીગામ ફાયર વિભાગની ટીમને કરી હતી. મનીષા પેકેજીંગ કંપનીમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને થતા ગણતરીના સમય ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આગને કાબુ માં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતો. ભીલાડ પોલીસ ને આગની ઘટની જાણ થતાં તાત્કાલિક ધોરણે કાયદો અને વ્યવસ્થા સંભાળવા પહોંચી હતી.જોકે ઉપરોક્ત ઘટના કોઈ જાનહાનિ ન થતાં તંત્ર સહિત સંચાલકોએ રાહત નો દમ લીધો હતો. ભિલાડ, સરીગામ અને વાપી ફાયર ફાઈટરની ટીમે ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. મનીષા પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં થર્મોકોલ વેસ્ટ હોવાથી ફાયરની ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.