ખંભાળિયામાં ફૂલવાડી પાસે પાણીની મેઈન લાઈન કોઈ કારણોસર તૂટી

ગુજરાત
ગુજરાત

ખંભાળિયામાં ફૂલવાડી પાસે આવેલા ખડકીના નાકા પાસે ગઈકાલે પાણીની મેઈન લાઈન કોઈ કારણોસર તૂટી જવા પામી હતી. આ અંગેની જાણ નગરપાલિકા તંત્રને કરવામાં આવતા પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન તથા વોટર વર્ક્સ ઈજનેર સાથે સદસ્ય મયુરભાઈ ધોરીયા અને યોગેશભાઈ મોટાણી, જીગ્નેશભાઈ પરમાર, રાણાભાઈ ગઢવી વિગેરે તાકીદે આ સ્થળે દોડી ગયા હતા.


અહીં પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા વોટર વર્ક્સ ઇજનેર એન.આર. નંદાણીયા દ્વારા સ્થળ નિરીક્ષણ કરી અને વોટર વર્ક્સ ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવતા સ્ટાફ દ્વારા પાણીની આ મેઈન લાઈન તાકીદે રીપેર કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂર્વવત કરવામાં સફળતા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.