વડોદરામાં પોઝિટિવ કેસનો કુલ આંક 6647 થયો, મૃત્યુઆંક 124, કુલ 5322 દર્દી રિકવર થયા

ગુજરાત
ગુજરાત

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 6647 થયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 124 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 5322 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે પહોંચ્યા છે. વડોદરામાં હાલ એક્ટિવ કેસ પૈકી 136 દર્દી ઓક્સિજન ઉપર અને 53 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 950 દર્દીની હાલત સ્થિર છે.

તર્જજ્ઞોના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં ઓગસ્ટ દરમિયાન પોઝિટિવ કેસોના વધારાની જે ધારણા હતી, તે મુજબના કેસોનો વધારો થઇ રહ્યો નથી. જોકે કોરોનાના ગંભીર કેસો હજી પણ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. કોરોનામાં સત્તાવાર મોતનો આંક 124 પર પહોંચ્યો છે, જેમાં સૌથી વધુ મોત ઉત્તર ઝોનમાં નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.