રાજ્યમાં ભારે પવન વચ્ચે ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે
- હવામાન વિભાગની ઘાતક આગાહી
- ગાંધીનગરમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ઠંડી પહેલાં કમોસી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં શનિવારથી વરસાદી માહોલ જામ્યો છે.અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં આજે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 27 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે, આજે રવિવારે એટલે 26મી તારીખે છોટાઉદેપુર તથા દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજના ચમકારા સાથે દમણ, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના છે. (ફાઇલ તસવીર)