રાજ્ય બન્યું ઠંડુગાર, સૌથી ઓછું તાપમાન નલિયામાં
માવઠું પડ્યાં બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવાં મળ્યો છે. રાજયનાં 7 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે ગયું છે અને બીજા 7 શહેરોમાં તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 18.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 16.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ગુજરાતમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. જેથી ઠંડી વધી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડી વધશે અને લધુતમ તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે. 12થી 15 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.