સુરતમાંપોઝિટિવ કેસની સંખ્યા 25 હજારને પાર કરી 25,135 થઈ, મૃત્યુઆંક 879 સાથે ડિસ્ચાર્જનો આંક 21,806 થયો

ગુજરાત
ગુજરાત

કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો કુલ આંકડો 25,135 થયો છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા વધીને 21,806 થઈ છે. મૃત્યુઆંક 879 થયો છે. જ્યારે શહેર અને જિલ્લામાં હાલ કુલ 2450 એક્ટિવ કેસ છે.

પાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 155 કેસમાંથી સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં 51 સામે આવ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી અઠવા ઝોન એપી સેન્ટર બની ગયું છે. પાલિકા દ્વારા આ વિસ્તારમાં ચેતવણીના બોર્ડ મારવાની સાથે સાથે લોકોને સચેત રહેવા સૂચના આપવાની સાથે તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં અઠવામાં કેસ ઘટવાનું નામ લેતા નથી જેથી હાલ અઠવા ઝોનના કુલ કેસ વધીને 3190 થયા છે.

નવી સિવિલમાં 166 દર્દીઓ પૈકી 110ની હાલત ગંભીર છે. 7 વેન્ટિલેટર, 26 બાઈપેપ અને 77 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 74 પૈકી 55 દર્દીઓની હાલત ગંભીર છે. 9 વેન્ટિલેટર, 26 બાઈપેપ અને 77 ઓક્સિજન પર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.