પોઝિટિવ કેસનો આંક 27,692 પર પહોંચ્યો, મૃત્યુઆંક 909 અને કુલ 24,265 રિકવર થયા

ગુજરાત
ગુજરાત

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 27,692 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 909 થયો છે. ગત રોજ શહેરમાંથી 182 અને જિલ્લામાંથી 110 કોરોના દર્દીઓ મ્હાત આપતા તેમને રજા આપવામાં આવી છે. જેથી કુલ સાજા થનારાઓની સંખ્યા 24265 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ 2518 એક્ટિવ કેસ છે.

સુરત સિટીમાં કુલ 20,627 પોઝિટિવ કેસમાં 666ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 7065 કેસ પૈકી 243ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 27,692 કેસમાં 909ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 18,496 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 5769 દર્દીઓ સાજા થયા છે.

સિવિલ હોસ્પિટલ ખાતે 117 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 76 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 8 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 36 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 50 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 36 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 13 દર્દીઓ ઓક્સિજન પર છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.