હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા લોકોનાં આંકડામાં સતત વધારો
છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારતમાં હાર્ટ એટેકથી કેટલાય લોકોનાં મૃત્યું થયાં છે. બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. બનાસકાંઠાનાં ડીસા તાલુકાના રાણપુર ગામમાં 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ડીસાના રાણપુરના અજમલજી ઠાકોર નામના યુવકને પાવાગઢથી દર્શન કરીને પાછા ફરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યું થયું હતું.
જિલ્લામાં 3 દિવસમાં 2 લોકોનાં હાર્ટ એટેકથી મોત થયા છે. પરિવાર સાથે પાવાગઢથી પરત ફરતી વખતે અજમલજી ઠાકોરને હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યું થયું હતું. જેના લીધે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
પહેલાં ચોક્કસ વયનાં વ્યક્તિઓમાં જ હાર્ટ એટેકનાં લક્ષણો જોવા મળતાં હતાં, પરંતુ હવે એવું રહ્યું નથી. હવે નાની ઉંમરનાં એટલે કે યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બને છે. જેનું મુખ્ય કારણ વ્યસન છે. ધૂમ્રપાન, દારુ જેવાં વ્યસનના કારણે હૃદય સબંધિત રોગ થાય છે જેનાં કારણે હાર્ટ એટેક આવે છે.
Tags HEART ATTACK india Rakhewal