દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર, 24 કલાકમાં સૌથી વધુ 35,468 કેસ આવ્યા, 22,867 સાજા થયા, 680 લોકોના મોત.

ગુજરાત
ગુજરાત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦ લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા ૩ દિવસોમાં જ એક લાખથી વધુ કેસ આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૧૦ લાખ ૫ હજાર ૬૩૭ થઈ ગઈ છે. રાહતની વાત માત્ર એટલી જ છે કે મોટાભાગના દર્દી સાજા થઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જોવા જઈએ તો ૨.૧૦ લાખથી વધુ કેસ આવ્યા હતા, પરંતુ આ દરમિયાન ૧.૪૦ લાખથી વધુ લોકો સાજા થયા હતા. એવામાં સંક્રમિતોની સંખ્યા (એક્ટિવ કેસ)માં માત્ર ૬૫ હજાર ૮૮૧નો વધારો થઈ શક્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ હજાર ૪૬૮ કેસ વધ્યા છે. રેકોર્ડ ૨૨ હજાર ૮૩૪ દર્દી સાજા થયા અને ૬૮૦ દર્દીઓના મોત થયા છે. આ આંકડા covid19india પ્રમાણે છે.

સુરત-અમદાવાદમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્રની ટીમ મુલાકાતે પહોંચી છે. આ ટીમમાં ICMRના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવ, એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા સહિત ૪ સભ્યો સામેલ છે.
ઉત્તરપ્રદેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજ્ય પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,યુપીમાં એક તરફ કોરોનાની ગતિ વધી રહી છે અને બીજી બાજુ યુપી ગેરવ્યવસ્થા ચરમ સીમાએ છે.

મધ્યપ્રદેશઃ ઈન્દોરમાં ફરી એક વખત સંક્રમણ વધતુ જોવા મળી રહ્યું છે. અહીંયા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૩૬ કેસ આવ્યા છે. ત્યારપછી ગ્વાલિયરમાં ૧૨૧ કેસ આવ્યા છે. ભોપાલથી થોડા રાહતના સમાચાર છે. અહીંયા ગઈકાલે ૬૬ દર્દી મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ૧૦૦ની આસપાસ દર્દી મળી રહ્યા હતા. રાજ્યમાં હાલ ૫૫૬૨ કેસ છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૪૧ નવા કેસ વધ્યા અને ૨૬૬ લોકોના મોત થયા છે. હવે રાજ્યમાં સક્રિય કેસની કુલ સંખ્યા ૧ લાખ ૧૪ હજાર ૬૪૮ થઈ ગઈ છે અને મોતનો આંકડો ૧૧ હજાર ૧૯૪ થઈ ગયો છે. હજુ સુધી રાજ્યમાં ૧ લાખ ૫૮ હજાર ૧૪૦ લોકો સાજા થઈ ચુક્યા છે. મુંબઈમાં સૌથી વધુ ૯૭ હજાર ૯૫૦ કેસ છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા ૨૪ કલાકમાં સૌથી વધુ ૨૦૫૮ સંક્રમિત મળ્યા છે. ૯૩૨ સાજા થયા છે. એક્ટિવ કેસમાં ૧૦૯૨નો વધારો થયો છે. આ ત્રણેય આંકડા રાજ્યમાં એક દિવસમાં સૌથી મોટા આંકડા છે.

રાજસ્થાનઃ અહીંયા ૨૪ કલાકમાં ૭૩૭ પોઝિટિવ કેસ આવ્યા અને ૮ લોકોના મોત થયા છે. અહીંયા દરરોજ ૨૭-૨૮ હજાર ટેસ્ટ કરાઈ રહ્યા છે. દર ૧૦ લાખ વસ્તી પર ૧૪ હજાર ૯૦૯ ટેસ્ટ થઈ રહ્યા છે, જ્યારે ૩૫૨ દર્દી મળ્યા છે.

બિહારઃ રાજ્યમાં છેલ્લા ૬ દિવસોમાં સંક્રમણની ગતિ લગભગ બમણી થઈ ગઈ છે. અહીંયા ૧૧ જુલાઈ સુધી ૭૦૦ કેસ આવી રહ્યા હતા. અહીંયા છેલ્લા ૩ દિવસથી ૧૩૦૦ થી ૧૪૦૦ કેસ આવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ ૮-૧૦ હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.