ક્રેડિટ કાર્ડના 8 હજાર રિવોર્ડ પોઇન્ટ મળ્યાનું કહી મોકલાયેલી લિંક ખોલતા જ પૈસા કપાયા

ગુજરાત
ગુજરાત

ક્રેડિટ કાર્ડ ધારકોને રિવોર્ડ પોઈન્ટ મળ્યા હોવાના ટેકસ્ટ મેસેજ મોકલીને, વાઉચર મેળવવા માટે એપ્લિકેશન મોકલી વેબ સાઈટની લિંક ઓપન કરાવડાવી તેમાં ક્રેડિટ કાર્ડની વિગતો ભરાવીને કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતા 3 ગઠિયાની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી હતી.

નિકોલમાં રહેતા વૈભવ પટેલના ફોનમાં એક ટેકસ મેસેજ આવ્યો હતો કે તમને ક્રેડિટ કાર્ડના 8 હજાર રિવોર્ડ પોઈન્ટ મળ્યા છે. ત્યારબાદ તેમને એક એપ્લિકેશન મોકલવામાં આવી હતી. તે વૈભવ પટેલે ઓપન કરતા તેમાં જુદી જુદી કંપનીના જુદી જુદી રકના ગિફ્ટ વાઉચર દેખાતા હતા. તેમાંથી તેમણે એક કંપની સિલેકટ કરતા તેમાં ક્રેડિટ કાર્ડની વિગત માંગવામાં આવી હતી. તે વિગત ભરતા જ ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.06 લાખ ઉપડી ગયા હતા.

પોલીસે ફરિયાદ નોંધી ચેતનસિંહ સિસોદિયા(36)(ઈન્દ્રપ્રસ્થ સોસાટી, નિકોલ ગામ), અંકિત પંચાલ(32) (દેવાશ્રય સીટી,રામોલ) અને મોહિત પટેલ(39) (ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, નિકોલ ગામ) ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

બેંક કે એજન્સીના કર્મચારીની સંડોવણીની આશંકા
ચેતનસિંહ, અંકિત અને મોહિતની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. જો કે તેઓ ક્રેડિટ કાર્ડ ધારકોની માહિતી ક્યાંથી લાવતા હતા તે વિશે ત્રણમાંથી એક પણ પોલીસને કશું કહેવા તૈયાર નથી, પરંતુ તેમની સાથે બેંક અથવા તો અન્ય કોઈ એજન્સીના કર્મચારીની સંડોવણી હોવાની શંકા પોલીસે નકારી નથી. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

છેતરપિંડી બાદ કાર્ડધારકનો ડેટા ડિલીટ કરી દેતા
મેસેજ મોકલ્યા સામેથી રિસ્પોન્સ આવ્યા બાદ આ ત્રણેય જણાં ક્રેડિટ કાર્ડ ધારકોનો ડેટા ફોનમાં જ લેતા હતા અને તેમના ફોનથી જ લિંક મોકલતા હતા, તમામ પ્રોસેસ કર્યા બાદ જ્યારે પૈસા જતાં તે બાદ તે તમામ વસ્તુ ડિલીટ કરી દેતા હતા. જેથી તેમના 4 ફોનમાંથી હાલમાં પોલીસને કોઈ જ ડેટા મળ્યો નથી. જેથી ચારેય ફોન તપાસ માટે એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.