હવામાન વિભાગે કરી વધુ એક આગાહી, આગામી પાંચ દિવસ મેઘરાજ બોલાશે ધબધબાટી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 16થી 22 સપ્ટેબર સુધી વરસાદ પડી શકે છે. એક લાંબા વિરામ બાદ રાજ્યમાં અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લગભગ ત્રણ-ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે. જોકે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી તથા બોટાદમાં હળવો વરસાદ થઈ શકે છે. પરંતુ કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે. 11 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં એક અસ્થિરતા સર્જાવાનું શરૂ થઈ ગઇ છે અને આ અસ્થિરતાનાં કારણે આવનાર દિવસોમાં યોગ્ય હવામાન મળવાનાં કારણે લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને એ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.