સીરપકાંડનાં મુખ્ય આરોપીઓ ઝડપાયા, વડોદરાના બે આરોપીની ધરપકડ

ગુજરાત
ગુજરાત

ખેડામાં 6 લોકોનો જીવ ભરખી જનાર સીરપકાંડના આરોપીઓ ઝડપાયાં છે. સીરપ કાંડમાં બે આરોપી ઝડપાયાં છે. નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાનીની ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી દ્વારા વડોદરામાંથી આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતા જણાવ્યું કે, ખેડાના સિરપ કાંડમાં વડોદરામાં અગાઉ પકડાયેલા આરોપીઓના નામ ખુલ્યા હતા. આ માટે ખેડા પોલીસે વડોદરા પોલીસની મદદ માંગી હતી. ખેડા આયુર્વેદિક સીરપ કાંડ માટે 5 વ્યક્તિઓ સામે નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરીયાદ નોંધાવી છે. આ આરોપીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.