ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા અમરેલીમાં ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો
ગુજરાત રાજ્યભરમાં કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ધરણા પ્રદશન કરવામાં આવી રહ્યા છે. રાજય સરકાર સમક્ષ વિવિધ માંગોને લઈ સૌરાષ્ટ્ર ઝોનના અલગ અલગ જીલાના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના કર્મચારીઓ અમરેલી શહેરમાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા અને 3 કલાક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ,સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, મોરબી,જૂનાગઢ, ભાવનગર,કચ્છ બોટાદ સહિત જિલ્લામાંથી અમરેલીમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને વિવિધ પ્રકારના માંગના પોસ્ટર લગાવી વિરોધ નોંધાવી રોષ વ્યકત કર્યો હતો. બીજી તરફ પેન્શન સહિત વિવિધ માંગોને લઈ નારાજગી સાથે રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર પણ કરતા જોવા મળ્યા હતા.મોરબીના કર્મચારી ચમનભાઈ ડાભીએ કહ્યું અમરેલી શહેરમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો 13 જિલ્લાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ધરણામાં મેઇન મુદ્દો ઓપીએસ છે એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરો રાજ્યની સરકાર જલ્દીથી લાગુ કરે તેવી અમારી અરજ છે.