વાપીમાં પરિવાર પુત્રના એન્યુઅલ ડેના કાર્યક્રમમાં ગયો અને પાછળથી ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા

ગુજરાત
ગુજરાત

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક એપાર્ટમેન્ટના રહેતા વેપારી તેમના દીકરાની શાળાના એન્યુઅલ પ્રોગ્રામમાં ગયા હતા. દરમ્યાન બંધ ફ્લેટને તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો. દરવાજાનો નકુચો તોડી તસ્કરો કબાટમાં મુકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 2.26 લાખની મતાની તસ્કરો તસ્કરી કરી ગયા હતા. પરિવાર શાળાના એન્યુઅલ ડે ના કાર્યક્રમમાંથી પરત આવતા ઘટનાની જાણ થઈ હતી. પરિવારના સભ્યોએ ઘટના અંગે તાત્કાલિક વાપી ટાઉન પોલીસની ટીમને કરી હતી. વાપી ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી શહેરના પોસ્ટ ઓફીસ રોડ ઉપર આવેલા શિવમ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 201માં રહેતા અને કાર લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશભાઈ શાંતિલાલ ટેલરનો દીકરો નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરે છે. શાળાનો એન્યુઅલ ડે નો કાર્યકમ હોવાથી પરિવારના સભ્યો શાળાના એન્યુઅલ ડે ના કાર્યક્રમ નિહાળવા પરિવાર સાથે ગયા હતા. ફ્લેટના દરવાજાના તાળું મારી હિતેશભાઈ તેમના પરિવારના સભ્યો સાથે ગયા હતા. જે દરમ્યાન તસ્કરોએ હિતેશભાઈના બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો. તસ્કરોએ બંધ ફ્લેટનું તાળું તોડી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો. કબાટમાં મુકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયાની તસ્કરી કરી આરોપીઓ ભાગી ગયા હતા.શાળાના એન્યુઅલ ડે ના કાર્યક્રમમાંથી હિતેશભાઈ તેમના પરિવાર સાથે પરત આવ્યા ત્યારે ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ફ્લેટમાં ચેક કરતા કબાટમાં મુકેલા 2.03 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી અંદાજે કુલ 2.26 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. હિતેશભાઈ ટેલરે તાત્કાલિક ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓ અને વાપી ટાઉન પોલીસની ટીમને કરી હતી. વાપી ટાઉન પોલીસની ટીમે FSLની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે વાપી ટાઉન પોલીસ મથકે હિતેશભાઈ ટેલરે 2.26 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસની ટીમે ખાનગી અને સરકારી CCTV ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.