બસમાં ડ્રાઇવર અને કંડક્ટરે મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ

ગુજરાત
ગુજરાત

દાહોદ નજીક બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે મહીલા સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાં બની છે. દાહોદ નજીક ગરબાડા ચોકડી નજીક ચાલું બસમાં મહીલા પર બસ ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવના પગલે પોલીસે બંન્ને આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી પ્રમાણે મધ્યપ્રદેશનાં રાજગઢની એક મહીલા અમરદીપ ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં મજૂરી કરવા માટે મોરબીનાં હળવદ જઈ રહી હતી. ત્યારે દાહોદનાં ગરબાડા નજીક રાત્રીના સમયે બધાં મુસાફરો ઊંઘી રહ્યાં હતાં તે દરમિયાન ડ્રાઈવર અને કંડક્ટરે મહીલા પર દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પીડિત મહિલાએ આ ઘટના અંગે મોરબી ખાતે મહીલા હેલ્પલાઇન નંબર 181ને જાણ કરી બસ ડ્રાઈવર અને કંડક્ટર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદને ટ્રાન્સફર કરવામાં આવતાં દાહોદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ પોલીસે બંન્ને આરોપીને ઝડપી પાડયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.