વંથલી તાલુકાના ગાદોઈ ટોલટેક્સનો વિવાદ વધુ વકર્યો

ગુજરાત
ગુજરાત

વંથલી તાલુકાના ગાદોઈ ટોલટેક્સનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં ટોલટેક્સના મેનેજર પાસેથી રૂપિયા 6 લાખની માંગણી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.વંથલી તાલુકાના ગાદોઈ ટોલ ટેક્સના મેનેજર જયદીપ ઉર્ફે ચંદ્રેશ નારણ વિરડા દ્વારા વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે શિવા કોર્પોરેશન કંપનીને આર્થિક નુકસાન થતું અટકાવવા માટે ટોલનાકાના અગાઉના કોન્ટ્રાક્ટર દીપક નારાણ જલુએ પોતાના અંગત અને આર્થિક લાભ મેળવવા સારું અને નેશનલ હાઈવે ઓથોરિટીને નુકસાન પહોંચે તે માટે કેશોદ તરફથી આવતા નેશનલ હાઈવે ઉપરથી વાહનો ગાદોઇ ગામ તરફ વળાવી ગાદોઈ ગામના ગૌચરમાંથી કાચો રસ્તો બનાવી તેમાંથી વાહનો પસાર કરાવી ખોખરડા ફાટક બાજુ વળતા હોય તે માટે ટોલનાકાને ખૂબ જ નુકસાન થતું અટકાવવા માટે આ રસ્તો બંધ કરવા ટોલ ટેક્સના મેનેજર દ્વારા અવાર-નવાર રજૂઆત કરવામાં આવી હતી.


આરોપી દીપક જલુ નામના શખ્સે ગામના વિકાસના કામ માટે દર મહિને રૂપિયા 6 લાખ લીધા હોય અને ફરિયાદી ચંદ્રેશ વિરડા દ્વારા રૂપિયા દોઢ લાખ આપવાની તૈયારી બતાવી હતી. પરંતુ બંને વચ્ચે સમાધાન ન થતા ગાદોઇ ગામમાંથી કાચા રસ્તા ઉપરથી વાહનો પસાર કરાવતા હોવાની ફરિયાદ અને ધમકી આપવામાં આવતા સમગ્ર ઘટનાને લઈને ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે બાબતે વંથલી પોલીસ દ્વારા તપાસ અને ફરિયાદીના નિવેદનને આધારે દીપક નારણ જલુ નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.