ગુજરાતઃ કાલે ચૂંટણીમાં હાજર આરોગ્યમંત્રીના ઘરમાં કોરોનાનો કેસ આવ્યો
કોરોના મહામારી વચ્ચે ગઇકાલે યોજાયેલી રાજ્યસભાની ચુંટણીમાં હાજર રહેલા રાજ્યકક્ષાના આરોગ્યમંત્રીના પરિવારમાં કોરોનાએ દસ્તક દીધી છે. આરોગ્યમંત્રી કાનાણીના પુત્રવધુનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ કુમાર કાનાણીના પુત્રનુ પણ સેમ્પલ લેવાયું હતુ. જોકે તેમનો રીપોર્ટ નેગેટીવ આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનિય છે કે, ગઇકાલે ચુંટણીમાં કિશોર કાનાણી હાજર રહ્યા બાદ તેઓ આખો દિવસ ગુજરાતના નેતાઓ સાથે હતા.
ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. તેમના પુત્રવધુનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા પરિવારમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. કુમાર કાનાણીનાં પુત્રવધુને પોતાની ઝપેટમાં આવી જતા કાનાણીનાં પુત્રનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જો કે, કાનાણીનાં પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનાં રાહતનાં સમાચાર મળી રહ્યા છે. કુમાર કાનાણી ગઇકાલે રાજ્યસભાનાં મતદાનને લઇને ગાંધીનગર પહોંચ્યા હતા અને આખો દિવસ ગુજરાતનાં નેતાઓ સાથે હતા.