સુરતની તોપ લદાખ બોર્ડર પર, સૈન્યમાં સામેલ થઈ પહેલી આત્મનિર્ભર તોપ Kવજ્ર-9

ગુજરાત
ગુજરાત

જનરલ નરવણેએ લીલી ઝંડી બતાવી

ભારતીય સૈન્યને 100મી Kવજ્ર-9 તોપ મળી ગઈ છે. આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ સુરતમાં એને લીલીઝંડી આપી સૈન્યમાં સામેલ કરી હતી. લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા ઉત્પાદિત આ તોપનું નિર્માણ ભારતમાં જ કરાયું છે.

આર્મીમાં બોફોર્સની હોવિત્ઝરને સામેલ કર્યા પછી સૌથી વધારે લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ અને મજબૂત 100મી હોવિત્ઝરને આર્મીમાં સામેલ કરવામાં આવી છે. આ હોવિત્ઝરને ટ્રક સાથે ટો કરીને લઈ જવી પડતી નથી.

40 કિલોમીટર સુધી દુશ્મનોને ટાર્ગેટ કરી શકે છે અને ત્યાર બાદ પોતાની જગ્યા બદલી લે છે એટલે દુશ્મનોના નિશાના પર ન આવે તેવી રીતે તેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 50 ટન વજનની આ તોપ શૂન્ય રેડિયન્સમાં ફરી શકે છે, એટલે કે એને ફરવા માટે જગ્યા જોઈતી નથી. આ પહેલી તોપ છે, જેને ખાનગી ક્ષેત્રમાં ઉત્પાદિત કરાઈ છે.

Kવજ્ર-9 હોવિત્ઝરમાં 80 ટકાથી વધારે ભારતમાં બનેલા સ્પેરપાર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે અલગ અલગ ટેક્નોલોજીમાં 50 ટકા ભારતમાં બનેલા છે, જેમાં 13 હજાર નાના-મોટા પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુની અલગ અલગ કંપનીઓ પાસે તૈયાર કરાવવામાં આવ્યા છે. એલ એન્ડ ટીના વેપન સિસ્ટમ નિષ્ણાતોની ટીમ દ્વારા સાઉથ કોરિયામાં હાન્વામાં ઓટોમેશની ટ્રેનિંગ લઈને પાંચ સંરક્ષણ ઉત્પાદન એકમોની ટીમને તાલીમ આપવામાં આવી હતી.

આ ટેન્કમાં ભારતમાં જ વિકસાવેલી ટ્રાયલ ગનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને લઈને વર્ઝન Kવજ્ર-9 ટેન્કનો જન્મ થયો છે. ભારતીય સૈન્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ટેન્કને ડિઝાઈન કરવામાં આવી છે. પર્યાવરણીય નિયંત્રણ અને સલામતીનું ધ્યાન રખાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.