મેઘમહેર : રાણાવાવમાં ૫, પોરબંદરમાં ૪.૫ અને કુતિયાણામાં ૨.૫ ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, દ્વારકામાં અનરાધાર વરસાદ.

ગુજરાત
ગુજરાત

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજ સવારથી જ પલ્ટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. પરંતુ હજુ અસહ્ય ગરમી યથાવત છે અને લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં ૨૪ કલાકમાં એકથી સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કુતિયાણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાયા છે. બીજી તરફ આજે વહેલી સવારથી જ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ દ્વારકામાં પણ અનરાધાર વરસાદ વરસતા રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. તેમજ દરિયામાં કરંટ જોવા મળતા ૧૦ ફૂટ ઉંચા મોઝા ઉછળ્યા હતા.

પોરબંદરમાં ભારે વરસાદથી સુભાષનગરમાં જેટી પાસે સતી માતાજીના મંદિર પાસેના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. સ્થાનિકોએ રાતભર જાગી ઘરોમાંથી પાણી ઉલેચ્યા હતા. પરતું સવાર સુધી ઘરમાંથી પાણીનો નિકાલ થયો નહોતો. સ્થાનિક લોકોમાં રોગચાળાની ભીતિને લઇને ડર છે. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાય છે. પરંતુ કામગીરી ન થતા લોકો મુશ્કેલીમાં મુકાય જાય છે. હાલ પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.