તને વાંચતા નથી આવડતું તેમ કહીને શિક્ષકે બાળકને ઢોર માર માર્યો, શિક્ષક સામે કાર્યવાહી

ગુજરાત
ગુજરાત

અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી શક્તિ વિદ્યાલયમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા દર્શન મકવાણા નામના વિદ્યાર્થીને વાંચતા નથી આવતું તેમ કહીને શિક્ષક દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો. સ્કૂલમાં શિક્ષીકાએ સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પગમાં સોટી મારીને સોર પાડી દીધા છે.

શિક્ષકે શિક્ષણને નેવે મૂકી એક 5 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો.વિદ્યાર્થીના વાલી દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો હતો આ સાથે વિદ્યાર્થીને શરીરમાં ઇજાના નિશાન હોવાના વીડિયો અને ફોટો પણ વાલી દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.જે બાદ વાલીએ ફરિયાદ કરતા તે શિક્ષકને શાળા સંચાલન દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

શાળા દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરાયો

વિદ્યાના ધામમાં શિક્ષક દ્વારા માસૂમ બાળક પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. સિનિયર કેજીના વિદ્યાર્થીના વાલી દ્વારા શાળા વહિવટી તંત્ર અને સંચાલકો સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. મામલાની ગંભીરતા જોઇને શક્તિ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવ્યા છે. શાળા દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.