કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરમાં આરોગ્ય કેન્દ્રમાં જઇને વેકસીન લીધી: હાલના વેકસીનેશન કાર્યક્રમમાં સમાવાયેલા તમામને બે ડોઝ લેવા મુખ્યમંત્રીનો અનુરોધ

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. અને હાલ જે વેકસીનેશનનો કાર્યક્રમ ચાલી રહયો છે તેમાં હજુ સુધી નહીં જોડાયેલા અને વેકસીનેશન માટેના માપદંડમાં આવતા 4પ કે તેથી વધુ વર્ષની ઉંમરના લોકોને વેકસીન લેવા અનુરોધ કર્યો હતો.

શ્રી રૂપાણી એ આજે ગાંધીનગરમાં સેકટર નં. 8 ના આરોગ્ય કેન્દ્ર પર ગયા હતા અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને વેકસીન લીધી હતી. શ્રી રૂપાણીનો આ પ્રથમ ડોઝ છે. અગાઉ તેઓ કોરોના સંક્રમીત થયા હોવાથી વેકસીન લેવામાં તબીબી સલાહ મુજબ રાહ જોઇ હતી. શ્રી રૂપાણીએ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહયુ કે કોરોનાથી બચવા માટે વેકસીન મુખ્ય શસ્ત્ર છે. હાલ 4પ વર્ષથી ઉ5રના તમામને તથા તા. 1 મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીન આપવામાં આવશે.

વર્તમાન સંજોગોમાં બીજુ સંક્રમણ વધુ વ્યાપક અને ઝડપી છે અને તેથી લોકોએ વેકસીન લેવી જોઇએ અને બે ડોઝ પુરા કર્યા બાદ તે કોરોના સામે સુરક્ષીત થાય છે. શ્રી રૂપાણીએ કહયુ કે તા. 1 મે થી 18 વર્ષથી ઉપરના તમામનું વેકસીનેશન શરુ થશે અને તે માટે રાજય સરકારે વ્યવસ્થા ગોઠવી છે. કોરોના થયો હોય અને દર્દી સ્વસ્થ થઇ ગયા હોય તેમને પણ ડોકટરની સલાહ મુજબ વેકસીન લેવી જોઇએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.