ટી.પી.કમિટી ચેરમેને આખા શહેરમાં ગેરકાયદે બાંધકામ તોડાવતા, ટી.પી. ઓફિસમાં ગેરકાયદેસર સીડી બનાવી દીધી

ગુજરાત
ગુજરાત

અમદાવાદના સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં બંધાઈ રહેલા અને બંધાઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામ તોડાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને પોતાની બોડકદેવ વોર્ડમા આવેલી ઓફિસમા જ જાહેર રસ્તા ઉપર અવર-જવર કરતા ટ્રાફિકને અડચણરુપ થાય એ પ્રમાણે ગેરકાયદેસર સીડી બનાવી રોડ તરફના ભાગે ઉતારી દીધી છે.બીજી તરફ તેમના દ્વારા જાહેર રોડ ઉપર ઉતારવામા આવેલી ગેરકાયદેસર સીડી અડચણરુપ હોવા છતાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સીડી દુર કરવાને બદલે ચેરમેનની ચાપલૂસી કરવામા લાગેલા છે. બોડકદેવ વોર્ડમા વસ્ત્રાપુર તળાવ સામે આવેલા ભરવાડ વાસ પાસે બોડકદેવ વોર્ડ ભાજપના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને પોતાની વ્યકિતગત ઓફિસ બનાવેલી છે.આ ઓફિસની સીડી ગેરકાયદેસર રીતે રોડ ઉપર ઉતારીને જાહેર રસ્તા ઉપર દબાણ કરવામા આવ્યુ છે.ગેરકાયદેસર રીતે જાહેર રસ્તા ઉપર ઉતારવામા આવેલી સીડીના દબાણને દુર કરવા બોડકદેવ વોર્ડના જ સામાજીક કાર્યકર નિલેશ મિસ્ત્રી દ્વારા આ વર્ષે માર્ચ મહિનામા ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર સમક્ષ લેખિતમા રજૂઆત કરવામા આવી છે.આમ છતાં આજદિન સુધી ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને વોર્ડ ઈન્સપેકટર સહિતના તમામ ગેરકાયદેસર રસ્તા ઉપરના ટ્રાફિકને અડચણરુપ સીડી દુર કરવાના બદલે સવાર પડતા જ સીધા ચેરમેનની બોડકદેવ ખાતેની ઓફિસમા પહોંચી જાય છે.જયાં ચેરમેન દ્વારા કહેવામા આવે એટલા જ ગોઠવણ વાળા કામ મ્યુનિ.ના ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામા આવતા હોવાનુ ચેરમેનની ઓફિસ આસપાસના વિસ્તારમા રહેતા સ્થાનિકોમા ચર્ચાઈ રહયુ છે. સાત મહિનાથી લેખિત અરજી કરનારાને એસ્ટેટના અધિકારીઓ તેમના દ્વારા કરવામા આવેલી અરજી બાદ નિયમ મુજબ કરવામા આવેલી કાર્યવાહીની સર્ટિફાઈડ નકલ આપવામા પણ સદંતર નિષ્ફળ સાબિત થયા છે.ગરીબ અને સામાન્ય લોકોના ઓટલા પ્રકારના બાંધકામ તોડાવી બહોળી પ્રસિધ્ધિ મેળવનારા ટી.પી.કમિટીના ચેરમેને વર્ષ-૨૦૧૫-૧૬થી વર્ષ-૨૦૨૦-૨૧ સુધીના સમય દરમિયાન ઓનેરેરીયમ સહિતના અન્ય ભથ્થા પેટે કુલ રુપિયા ૬.૬૦ લાખથી વધુની રકમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મેળવી લીધી છે.કોરોના મહામારીના લોકડાઉનના સમયમા પણ ચેરમેને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળેલા ભથ્થાની રકમ લેવામા કોઈ કચાશ રાખી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.