મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાએ યોજાયો સૂર્યનમસ્કાર સમારોહ, એક સાથે 2700 લોકએ કર્યા સૂર્યનમસ્કાર

ગુજરાત
ગુજરાત

2024ની શરૂઆતમાં સૂર્યના પ્રથમ કિરણે ગુજરાતમાં સૂર્યનમસ્કાર સમારોહ યોજાયો. મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાએ સૂર્યનમસ્કાર સમારોહ યોજાયો. જેમાં એક સાથે 2700 લોકોએ સૂર્યનમસ્કાર કર્યા. રાજ્યમાં 108 સ્થળે સૂર્યનમસ્કાર સમારોહ યોજાયો.

આજે પહેલી જાન્યુઆરી 2024ના રોજ 7.30 વાગ્યે ગુજરાત રાજય યોગ બોર્ડ, રમતગમત યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓના વિભાગ દ્વારા રાજયવ્યાપી સુર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા.

રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 107 આઇકોનીક સ્થળોએ આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમને ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમ નોંધાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર થયા છે. સૂર્યનાં પ્રથમ કિરણે સામૂહિક સૂર્યનમસ્કાર કરવામાં આવ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.