માવઠામાં પાક નુકસાનીને લઈને સર્વે શરૂ, ત્રણથી ચાર લાખ હેક્ટરમાં પાકને અસર થયાનો પ્રાથમિક અંદાજ
ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. તો બીજી બાજુ અન્ય નાના વ્યવસાયકારોને પણ નુકસાન થયું છે. રાજ્યમાં વીજળી પડવાની ઘટનામાં ઘણાં લોકોના મોત પણ થયા છે. રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવી નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે. રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં કપાસ, દિવેલ, તુવેરના ઊભા પાકને અસર થયાનો પ્રાથમિક અંદાજ છે.
જીલ્લાનાં તમામ વહીવટી તંત્ર તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આગોતરી જાણ કરી રોગ ન આવે તેની સંભાવનાઓને ધ્યાને લઈ તમામ જગ્યાએ આ બાબતની સૂચનાઓ આપી છે. અને ક્યાંક નાનો મોટો રોગ દેખાય તો તેને કેવી રીતે કંટ્રોલ કરવો. તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. કમોસમી વરસાદી વાદળાઓ દૂર થવા લાગ્યા છે. કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને આજથી જ જિલ્લાવાર પાકની નુકસાનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે.